વાંકાનેર: માટેલમાં રહેતો એમપી નો શખ્સ મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા તથા જયદીપભાઇ દેવસુરને ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઇક સાથે એક શખ્સ મોરબીમાં આવેલ છે જેથી કરીને મોરબી મકરાણીવાસ રામઘાટ પાસે વોચ રાખી હતી.
ત્યારે ત્યાંથી બાઇક લઈને નીકળેલા શખ્સને રોકીને પોલીસે તેની પાસેથી વાહનના કાગળ માંગ્યા હતા ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી પોકેટ કોપથી સર્ચ કરતા આ બાઇક વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરાઉ બાઈકની સાથે આરોપી કાળુભાઇ જાલમભાઇ દેહુધા (ઉ.24) રહે. માટેલ ગામ અમરધામ નજીક પેટ્રોલપંપની બાજુમા સંજયભાઇ ભરવાડના મકાનમા તાલુકો વાંકાનેર મૂળ જાંબવાની અટક કરી હતી અને આરોપીને ચોરાઉ બાઈકના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે. અને આ શખ્સની અગાઉ ચોરીના પાંચ ગુનામાં ધરપકડ થયેલ છે….