માલીયાસણનો શખ્સ નશામાં ટેમ્પો ચલાવતા પકડાયો
વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામની પાસે વડસર રહેતા પિસ્તાલીસ વર્ષીય શખ્સને અકસ્માતે ઇજા થતા હાલ સારવારમાં છે….
જાણવા મળ્યા મુજબ ભીમગુડા ગામની પાસે બાઈક કારની સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયેલા હંસરાજભાઈ નારણભાઈ દેત્રોજા (ઉ.૪૫) રહે.વડસર (વાંકાનેર)ને વાંકાનેર હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે તેઓને મોરબી ખાનગી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે…
માલીયાસણનો શખ્સ નશામાં ટેમ્પો ચલાવતા પકડાયો
રાજકોટ તાલુકાના માલીયાસણ રહેતા વિજયભાઈ પુનમસિંગ સિંગાડ (ઉ.20) આઇસર કંપનીનો ટેમ્પો રજી નંબર GJ-03-BZ-8521 જેની કી.રૂ. ૧૫,૦૦,૦૦૦/-ગણી જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે વાંકાનેર લીમડા ચોકમાં ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫-૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…