કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેલ્વે સ્ટેશન પાસે રહેતા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ

આરોગ્યનગરનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા

વાંકાનેર: રેલ્વે સ્ટેશન પાણીના પરબ પાસે રહેતા એક શખ્સને મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ મેડિકલ કોલેજની બાજુમાંથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઇક સાથે પોલીસે હાલમાં વાંકાનેર ખાતે રહેતા શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે.જાણવા મળ્યા મુજબ વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર પાસે ક્રિશ્ચયનના બંગલાની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા (33) એ પોતાનું બાઈક નંબર જીજે 36 એ 3937 મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ મેડિકલ કોલેજની બાજુમાં શહેરના પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 30,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી…જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી અલીઅસગર ઓસમાણભાઈ શેખ (22) રહે. રેલ્વે સ્ટેશન પાણીના પરબ પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે. અને તેની પાસેથી ચોરીમાં ગયેલા બાઇકને પણ કબજે કરવામાં આવ્યું છે.આરોગ્યનગરનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા
વાંકાનેર આરોગ્યનગરમાં રહેતા રાહુલ પ્રવિણભાઈ દેગામ (ઉ.20) પોતાના હવાલાવાળુ હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા જેનો રજી.નં GJ-03-DF-7862 જેની કી.રૂ.૧૦,૦૦૦/-ગણી જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગ૨ ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧) બી મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!