પતિએ ધક્કો મારી પહેલા માળેથી પછાડી દીધી
વાંકાનેરમાં ઘરખર્ચ માટે રૂપિયા માંગતા પતિએ પત્નીને ધક્કો મારી પહેલા માળેથી પછાડી દીધી હતી. ઈજાગ્રસ્ત મમતા ચમાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મળતી વિગત મુજબ, મમતા ધર્મેન્દ્રભાઈ ચમાર (ઉં. વ. 35, રહે. ઢૂવા ચોકડી, રાધે હોટલ પાસે, તા. વાંકાનેર) ગઈકાલે સવારે 9:00 વાગે પોતાના ઘરે હતી ત્યારે પતિએ ઝઘડો કરીને ધક્કો મારી કાર્ડ સાથે અથડાવી હતી અને પહેલા મારે થી પડી જતા બીજા થઈ હતી.


તેને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાંથી આજે ગત મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ. મમતાએ જણાવ્યું કે તેનો પતિ ડ્રાઇવિંગ કામ કરે છે. ગઈકાલે તે ઘરે આવ્યો ત્યારે ઘર ખર્ચ માટે રૂપિયા માંગતા આપ્યા નહોતા અને પતિ નશામાં હોય ધક્કો મારી દીધો હતો અને માર માર્યો હતો. પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન લઇ તપાસ હાથ ધરી હતી. મમતાને સંતાનમાં એક દીકરી છે અને તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે…
