કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખૂનનો બદલો લેવા કરાયેલ ખૂનના આરોપીના જામીન મંજુર

વાલાસણમાં માતાની હત્યા કરનારને જન્મટીપની સજા

બનાવ 2020 માં બન્યો હતો

જન્મટીપની સજા અને રૂ ૨૬ હજારનો દંડ

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામમાં ભુવા પાસે એક શખ્શ દાણા જોવડાવવા ગયો હોય ત્યારે ભુવા સુતા હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને માતા અને પુત્રીને છરીના ઘા ઝીંકી દીધા હતા જે બનાવમાં માતાનું સારવારમાં મોત થયું હતું હત્યાનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને રૂ ૨૬ હજારનો દંડ ફટકાર્યો છે

ગત તા. ૨૩-૦૮-૨૦૨૦ ના રોજ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના રહેવાસી પુજાબેન રમણીકભાઈ ફૂલતરીયા દેવીપૂજકે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા રમણીકભાઈ કુળદેવીના ભુવા હોય અને આરોપી વિક્રમ ગોરધન ફૂલતરીયા રહે વાલાસણ તા., વાંકાનેર વાળો દાણા જોવડાવવા જતા તે છત પર સુતા હોવાનું જણાવ્યું હતું જેથી સારું નહિ લાગતા

આરોપી વિક્રમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના પિતાને ઉઠાવવા બાબતે ઝઘડો કર્યો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદી પુજાબેનને ઈજા કરી તેમજ તેની નાની બહેન કાજલને પેટના ભાગે ઘા મારી ઈજા કરી હતી માતા કંચનબેનને છરીનો ઘા ઝીંક્યો હતો સારવાર દરમિયાન કંચનબેનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી

હત્યાનો કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેન્સસ જજ પી વી શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી સી જાનીએ કોર્ટમાં રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને હત્યાના ગુનામાં કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે વિક્રમ ગોરધન ફૂલતરીયાને આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કારાવાસ અને રૂ ૨૦,૦૦૦ દંડ તેમજ આઈપીસી કલમ ૩૨૩ મુજબ ૦૬ માસની સજા અને રૂ ૧૦૦૦ દંડ તેમજ આઈપીસી કલમ ૩૨૪ મુજબ ૨ વર્ષની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!