કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ડોકટરો સાથે ચીટીંગ કરનારને સાત વર્ષની સજા

વાંકાનેરની હોસ્પીટલના ડોકટરોને ખોટા નામ ધારણ કરી મેડીકલ સારવારના કોન્ટ્રાકટ એમ.ઓ.યુ. આપવા અને તેની અવેજમાં કમીશન આપવાની લાલચ આપી ડોકટરો સાથે ચીટીંગ કરવામાં આવી હતી જે અંગેનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે…જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૨૩ માં શાસ્ત્રીનગર રોયલ કેર હોસ્પિટલ તથા મિલ પ્લોટ સાંઈ હોસ્પિટલ વાંકાનેરને આરોપીએ ફરિયાદી અને ફરિયાદીના હોદાનુ ખોટું નામ ધારણ કરી પોતે યોગેશકુમાર ભાસ્કર જનરલ મેનેજર BSNL રાજકોટ વાળા હોવાની મોબાઈલ ફોન પરથી સાહેદ ધર્મેન્દ્રસિંહ અને ડો. જીજ્ઞેશને ખોટી ઓળખ આપી હતી જેને ડોકટરોના એમ્પ્લોઈના મેડીકલ સારવારનાકોન્ટ્રાકટના MOU આપવા અને તેની અવેજીમાં પોતાને કમિશ્નર આપવા પ્રલોભન આપી ડોકટરો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરી ખોટા લેટરપેડ પર ખોટા ટેન્ડર બનાવી ખોટો રબ્બર સ્ટેમ્પ કરી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ડો. સાહેદોની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા ખોટો દસ્તાવેજ બનાવી પોતાના અંગત આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું અને અન્ય બે આરોપીઓએ મદદગારી કરી હતી જે ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ હતી…જે ફરિયાદને પગલે વાંકાનેર પીએસઆઈ ધર્મિષ્ઠા કાનાણીએ તપાસ ચલાવી આરોપીને ઝડપી લીધા હતા અને કેસ વાંકાનેર એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ વાંકાનેરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એરાકુમારી એન પટેલે કોર્ટમાં ધારદાર દલીલો અને પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રમેશ રામસુભાગ્પ્રજપતી રહે યુપી વાળાને કસુરવાન ઠેરવ્યો હતો જે આરોપીન ઇન્ડિયન પીનલ કોડની કલમ૪૨૦, ૫૧૧ મુજબના ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદ અને રૂ ૨૦૦૦ દંડ, કલમ ૨૪૮ (2) અન્વયે 1 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦૦૦ દંડ, કલમ ૨૪૮ (2) અને પીનલ કોલ્દની કલમ ૪૬૭ મુજબના ગુનામાં સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ તેમજ પીનલ કોડની કલમ ૪૬૮ મુજબના ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦૦૦ દંડ, પીનલ કોડની કલમ ૪૬૯ મુજબના ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦૦૦ દંડ તેમજ પીનલ કોડની કલમ ૪૭૧,૫૧૧ મુજબના ગુનામાં 1 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦૦૦ દંડ ફટકારવામાં આવ્યો છે જે તમામ સજા એકીસાથે ભોગવવા અને આરોપીએ અગાઉ ભોગવેલ સજા મજરે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!