કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સગીરાને ભગાડી જનાર અમદાવાદથી પકડાયો

સગીરાને ભગાડી જનાર અમદાવાદથી પકડાયો

પાંચ મહીને પકડાયો

હાલ નર્સરી ચોકડી પાસે રહે છે

વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં

નોંધાયેલા ગુના પ્રમાણે એક અજાણ્યો ઈસમ ફરિયાદીની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હતો.

તપાસ દરમિયાન ઢુવાના રહીશ હાલ નર્સરી ચોકડી પાસે, વાંકાનેર રહેતા આ ગુનો વિજયભાઈ બકાભાઈ સિંધવ/સરાણીયા (ઉં.વ. 19) એ આચર્યો હોવાનું સામે આવ્યું હતું. આરોપી વિજય સિંધવ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા પાંચ મહિનાથી

પોલીસ પકડથી દૂર હતો. ત્યારે વાંકાનેર સિટી પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તેની હિલચાલ વિશે માહિતી મેળવી અને આખરે તેને અમદાવાદ ખાતેથી પકડી પાડયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!