કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નગરપાલિકાની ફરજીયાત/મરજીયાત ફરજો

નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો

આવક જાવકની બાબતો અંગેની સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે
15 હજારથી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે

– નગરપાલિકા એટલે શું?
નગરપાલિકાએ શહેરી/ટાઉન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે. વર્ષ 1992માં બંધારણમાં 74 મો સુધારો કરી બંધારણમાં નગર પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જોગવાઈ કરવા 12 મો ભાગ ઉમેરવામાં આવ્યો. બંધારણની જોગવાઈ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 મુજબ નગરપાલિકાઓ રચવામાં આવી જેમા 15 હજારથી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે. નગરપાલિકાના સભ્યોની સંખ્યા નવથી લઈને પંદર જેટલી હોય છે. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો કલેક્ટર સમક્ષ સોગંદ લે છે. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો પૈકી એક પ્રમુખ બને છે, જે ન.પાના અધ્યક્ષ ગણાય છે.


– નગરપાલિકાની ફરજો
1) નગરપાલિકાની ફરજીયાત ફરજો :
નગરપાલિકાના ફરજીયાત કાર્યોમાં જાહેર સ્વચ્છતા અને આરોગ્ય, રોડ-રસ્તાની જાળવણી અને મરામતનુ કામ કરવુ, તેમજ રસ્તાઓ બનાવવા, લોકો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી, જાહેર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, નાગરિક સલામતી અને સંરક્ષણના કાર્યો કરવા, ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ અટકાવવી, મરેલા પશુનો નિકાલ કરવો, જન્મ-મરણ અને લગ્નની નોંધણી કરવી, કુદરતી આફતો સામે રક્ષણ કરવુ તેમજ આરોગ્યની વ્યવસ્થા કરવી એ નગરપાલિકાની ફરજીયાત જવાબદારીમાં આવે છે.


2) નગરપાલિકાની મરજીયાત ફરજો:
નગરપાલિકાના મરજીયાત કાર્યોમાં રમત-ગમતના મેદાનો બનાવવા, બાગ-બગીચા બનાવવા, જાહેર સ્નાનાગાર, સાર્વજનિક મુતરડીઓ, સાર્વજનિક જાજરૂ, સ્મશાનગૃહ ઉભા કરવા અને નિભાવવા, પુસ્તકાલયો તેમજ વાંચનાલયો બનાવવા, માધ્યમિક શાળાઓ સ્થાપવી, ટાઉનહોલ બનાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર પરિવહનની વ્યવસ્થા, શાકમાર્કેટ કે બજારો બનાવવા, મનોરંજનની વ્યવસ્થા સહિત પ્રજાના કલ્યાણકારી કાર્યો કરવા એ મરજીયાત ફરજ છે.


– નગરપાલિકાના આવકના સ્રોત શું?
નગરપાલિકાએ પ્રજાની સુખાકારી માટે ફરજીયાત અને મરજીયાત કાર્યો કરવા માટે વિવિધ પ્રકારના વેરાઓમાંથી આવક ઉભી કરે છે જેમાં 1) પાણીવેરો, 2) મકાનવેરો, 3) વાહનવેરો, 4) મકાન અને જમીન ઉપરના વેરાઓ, 5) મનોરંજનકર 6) દુકાનવેરો 7) હોટલવેરો 8) સફાઈવેરો 9) વિવિધ ધંધા કે વ્યવસાય માટે આપવામાં આવતા લાયસન્સની આવક 10) સંસ્થા કે ટ્રસ્ટના મકાનો/દુકાનો/શાકમાર્કેટ વગેરેના ભાડાની આવક 11) સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટ 12) નગરપાલિકાની પોતાની બચત ઉપર મળતુ વ્યાજ 13) વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પાસેથી મળતી આર્થિક સહાય 14) ટાઉનહોલ કે મેદાન વગેરેનુ ભાડુ 15) લગ્ન કે જન્મ/મરણ નોંધણી ફિ ની આવક વગે૨ે તમામ પ્રકારની આવક હોય છે.


– નગરપાલિકાની મુખ્ય સમિતિઓ
1) કારોબારી સમિતિ : નગરપાલિકાને લગતી વહીવટીય તેમજ નાણાકીય આવક જાવકની બાબતો અંગેની તમામ સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે. ચુંટાયેલા સભ્યો આ સમિતિના સભ્યો હોય છે. જાહેર વિકાસ અને પ્રજાની સુખાકારીને લગતા કામો અંગે કારોબારી સમિતિ નિર્ણય કરે છે.
2) પાણી સમિતિ : ચુંટાયેલા એક સભ્ય તેના ચેરમેન હોય છે અને આ સમિતિ એ તમામ રહેણાંક, ઔધોગિક, તેમજ
વાણિજ્યિક હેતુ માટે જરૂરીયા પ્રમાણે પાણીની વ્યવસ્થા કરવાની હોય છે. નળ કનેક્શન આપવા, નળ કનેક્શન રદ્
કરવા સહિત વિસ્તારમાં ધાર્મિક સમારંભો, મેળાવડાઓ, ઉત્સવો વગેરેમાં મફત પાણી પુરુ પાડે છે.
3) ટાઉન પ્લાનિંગ સમિતિ : ટાઉન પ્લાનિગ સ્કિમ અંગેની કાર્યવાહી કરવી તેમજ કાપત જમીનો, સરકારી જમીનોનો વિકાસ વગેરેને લગતી કામગીરી કરવી.
4) આરોગ્ય અને સફાઈ સમિતિ : નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની તેમજ સાફસફાઈની સુવિધાઓ માટે આ સમિતિની નિમણુક કરવામાં આવે છે.
5) આ સિવાય જાહેર બાંધકામ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ લાઈટીંગ સમિતિ, વસુલાત સમિતિ, આકારણી સમિતિ વગેરેની રચના કરવામાં આવે છે.


– નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો :
જિલ્લાની નગરપાલિકાઓના વહીવટના સંદર્ભમા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની નિયંત્રણ અંગેની જોગવાઇઓ અનુસંધાને નગરપાલિકાઓ ઉપર વહિવટી નિયંત્રણ રાખવાની કાર્યવાહીઓ જેમાં કલમ 257 તળે તપાસ અને 258, 259 તળે પગલાઓ લેવાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નગરપાલિકાઓમાં સંબધિત કાયદાઓની અમલવારી સરકારની નિતિઓ અને કાયદાકીય બાબતોમાં નગરપાલિકાઓને માર્ગદર્શન, નગરપાલિકાઓની વાર્ષિક વહીવટી તપાસ અને ચીફ ઓફિસરના કાર્યો ઉપર દેખરેખ અને નિયંત્રણનો પણ સમાવેશ થાય છે. આમ, ડી.એમ.ઓ ઓફિસ જીલ્લાની નગરપાલિકાઓ માટે વહીવટી નિયંત્રક તરીકેની ભૂમિકા ભજવે છે.

– નગરપાલિકાઓની વાર્ષિક વહીવટી તપાસણી :
। નગરપાલિકાઓના મુખ્ય અધિકારીશઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ 257 તળે તપાસણી અને દેખરેખ રાખવી.
ગુજરાતનગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 258 તથા ટાઉન પ્લાનિંગ એકટની કલમ-6-B તળે રીવ્યુ પાત્ર ઠરાવો મૉકૂફ કરવા અંગેની કાર્યવાહી કરવી.
ચીફ ઓફિસરશ્રીઓની સર્વિસબુક નિભાવવી, રજાઓ મંજૂર કરવી, ચાર્જની સોંપણી કરવી, તાલિમ પુરી પાડવી, અનિયમિતતાઓ અંગે સ્પષ્ટતા માંગી નિયામકને અહેવાલ પાઠવવો.
તકેદારી આયોગના અહેવાલો સરકાર/ નિયામક મોકલવવા બાબત અંગેની કાર્યવાહી કરવી.
નિયામક, નગરપાલિકાઓ ગાંધીનગરના આદેશો અને સુચનાઓ મુજબની અન્ય કામગીરી કરવી.

ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

 

Content Copying Forbidden !!

error: Content is protected !!