વાંકાનેર: વાંકાનેરના સરતાનપર નજીક આવેલ શ્વેત સિરામિક્સમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ થવાના કેસમાં ફેકટરીના ડિરેક્ટરોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે….


મોરબીના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાત્કાલિક પ્રાદેશિક અધિકારી કે બી વાઘેલાએ સ્વેત સિરામિક પ્રા. લી. ના ડીરેક્ટર્સ હેમરાજ ભાલોડીયા અને ત્રિલોક હંસરાજ ભાલોડીયાએ સિરામિક ટાઈલ્સના ઉત્પાદનમાં પ્રતિબંધિત પેટકોકના ઉપયોગ કર્યા બાદ…


તેનાથી થયેલ સલ્ફર ડાયોકસાઈડના ઝેરી પ્રદુષણ સબબ ગંભીર સજા અને દંડ ફરમાવવા એર એક્ટ હેઠળ વાંકાનેર કોર્ટમાં ફરિયાદ કરી હતી…

જે કેસ ચાલી જતા પેટકોકના ઉપયોગથી ૭ % થી વધુ પ્રદુષણ થયેલ છે તે મહત્વની બાબત સાબિત ના થતા અને પેટકોક હતો કે કોલ હતે તે હકીકત સાબિત ના થતા તથા ઇન્સ્પેકશન કરાયેલ યુનિટ સ્વેત સિરામિક પ્રા. લી.. હતું, તે અગત્યની હકીકત સાબિત ના થતા તથા
તત્કાલીન પ્રાદેશિક અધિકારી અને તેના સ્ટાફ અધિકારીઓ ડોડીયા અને જાદવની પરસ્પર વિરોધાભાસી જુબાનીઓ ધ્યાને લઈને અદાલતે કેસ સાબિત ના થતા બંને માલિકોનો નિર્દોષ છુટકારો કરતો હુકમ ફરમાવ્યો છે…
