વિદેશી દારૂ સાથે પકડાયા
વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડિયા રોડ પર આવેલ ઇન્ફાનિટી સિરામિકમાં પોલીસ ખાતાએ ચેક કરતા મોરબી સીરામીક સીટી શકતીચેમ્બર પાછળ રહેતા અજયભાઈ અંનતભાઈ ગોસ્વામી (ઉ.52) વાળા સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક- જા.નં. જે /એમ.એજી./જા.નામ/વશી-૨૭૧૧/૨૦૨૪ તા. ૩૦/૧૧/૨૦૨૪ થી MORBI ASSURED એપ્લીકેશનમાં પરપ્રાંતિય મજુરનું રજીસ્ટ્રેશન કરવા સારૂ જાહેરનામું અમલમાં મુકેલ હોય અને આ કામના આરોપી પોતે ઈન્ફીનીટી સીરામીકના સંચાલક હોય તેમજ પોતાના હવાલાવાળા
ભાડેથી લીધેલ ગોડાઉનમા જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાની નીચે કામ કરતા પરપ્રાંતિય એમ.પી.ના તથા ઓડીશાના વર્કરના આઇ.ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય તેમજ MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરી જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામાનો ભંગ સબબ કાર્યવાહી થઇ છે…
વિદેશી દારૂ સાથે પકડાયા
વાંકાનેર: શહેરની અમરસિંહજી હાઈસ્કૂલ પાછળથી સીટી પોલીસે આરોપી નટવર મનસુખભાઈ સીતાપરા રહે.ગોકુલનગર, વાંકાનેર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 685 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…