દલડી-કાશીપર, પંચાસર–લીલાધર હનુમાન, મહીકા-કાનપર તથા રાતીદેવડી-પંચાસિયા રસ્તાનો સમાવેશ
વાંકાનેર: તાલુકામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે…
ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા એ જિલ્લાના સુદ્રઢ આંતરમાળખાનું મહત્વનું પરિબળ છે. ત્યારે તાલુકામાં ગ્રામીણ વિસ્તારોને એકબીજા સાથે જોડતા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. હાલ દલડી-કાશીપર,
પંચાસર-વઘાસિયા, વઘાસીયા-લીલાધર હનુમાન, મહીકા-કાનપર તથા રાતીદેવડી-વાંકીયા-પંચાસર સહિતના માર્ગો પર ખાડા પુરી પેચવર્ક કરવાની તથા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી છે. રાતડીયા-કાનપરના રસ્તાનું સમારકામ પૂર્ણ થઇ ગયેલ છે…