ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયત ખાતે પણ આયોજન થયું
વાંકાનેર: સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ગઈ કાલે વાંકાનેર નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નેહરુ ગાર્ડન ખાતે રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
વીરોને વંદન કરવાના મારી માટી મારો દેશ કાર્યક્રમ વાંકાનેર ખાતે અન્વયે રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં શિલાફલકમ્ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ તકે ધારાસભ્યશ્રીએ વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવી હતી.
આ પ્રસંગે વૃક્ષારોપણ વસુધા વંદન કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં વાંકાનેરની માટીને એકત્ર કરવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા માથે કળશ લઈ તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી.
ઉપરાંત નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ પર પણ સૌએ સેલ્ફી લીધી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સાથે વાંકાનેર નગરપાલિકાની ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, મામલતદાર ઉત્તમભાઈ કાનાણી, અગ્રણી પરેશભાઈ મઢવી, સ્થાનિક આગેવાનો સહિત શહેરીજનોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.
ભાટિયા સોસાયટી:
વાંકાનેર શહેરને અડીને આવેલી ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયત ખાતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સોસાયટીના શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાયા હતા.
સોસાયટીમાં દેશભક્તિના કાર્યક્રમમાં સોસાયટીમાં શીલા ફલકમ સમર્પણ , પંચ પ્રાણ પ્રતિજ્ઞા/સેલ્ફી , વસુધા વંદન, વીરો કો વંદન, વૃક્ષારોપણ, રાષ્ટ્રગાનનું આયોજન કરાયું હતું.
સંચાલન ભાટીયા કન્યા શાળાના આચાર્ય અતુલભાઈ ,મનસુખભાઈ વસિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ