કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચંદ્રપુર હાઇવે પરથી રીક્ષામાંથી ગાંજો મળ્યો

ચંદ્રપુર હાઇવે પરથી રીક્ષામાંથી ગાંજો મળ્યો

મકતાનપરનો શખ્સ નશો કરી બાઈક ચલાવતા

વાંકાનેર: ચંદ્રપુર હાઇવે લાઈફ લાઈન હોસ્પિટલ સામેથી એ.એન.ટી.એફ., સી.આઈ.ડી.ક્રાઈમ, રાજકોટના સ્ટાફે રાજકોટના એક શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો ૧૯૦૦ ગ્રામ કી.રૂ.૯૫,૦૦૦/ નો મળી આવતા ગુન્હો દાખલ થયો છે….

જાણવા મળ્યા મુજબ તા.૧૧/૦૨/૨૦૨૬ ના એ.એન.ટી.એફ., સી.આઈ.ડી.ક્રાઈમના પોલીસ સ્ટાફ (રાજકોટ ઝોન કચેરી) એ ગુપ્ત બાતમીના આધારે રાજકોટના ક્રષ્ણનગર, પોપટપરામાં રહેતો જાહીદહુશેન મકવાણા તેની રીક્ષા રજી. નં. જીજે ૦૩ બીયુ ૩૬૪૯ વાળીમાં ગાંજો લઇ ચોટીલા તરફથી વાયા વાંકાનેરનો રસ્તો લઇ રાજકોટ જવા નીકળેલ, ત્યારે ચંદ્રપુર હાઇવે લાઈફ લાઈન હોસ્પિટલ સામે રોકી તલાશી લેતા મળી આવતા ગુન્હો એન ડી પી એસ એક્ટ કલમ ૮ સી ૨૦૨૦બી ૨ બી મુજબ નોંધેલ છે…..

મકતાનપરનો શખ્સ નશો કરી બાઈક ચલાવતા
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામનો અનિલભાઈ સવજીભાઈ રાણેવાડીયા (ઉ.27) વાળો ગારીડા ગામના બસ સ્ટેન્ડ પાસે કેફી પીણું પીધેલ હાલતમાં હોન્ડા કંપનીનુ એસ.પી.સાઈ ૧૨૫ મો,સા રજી નંબર GJ-36-AN-1750, કી.રૂ. ૧૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!