વાંકાનેર: શહેરની મિલ સોસાયટીમાં રહેતી પરિણીત મહિલા પર તેનો પતિ શક વહેમ અને ઝઘડો કરતો હોય, જેનાથી કંટાળી પરણીતાએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં ચાર માળિયા હાઉસિંગ બિલ્ડીંગમાં રહેતી હીનાબેન રફિકભાઈ બાબરીયા (ઉ.વ.23) નામની પરણીત મહિલા પર તેનો પતિ નાની-નાની વાતમાં શક વહેમ કરતો હોય અને ઝઘડા કરતો હોય, જેનાથી કંટાળી મહિલાએ ઘરના રૂમમાં પંખે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….