11 કોડભરી કન્યાનું 21મીએ પતિગૃહે પ્રયાણ કરશે
કિશોરભાઈ આહિરનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે
મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ વાંકાનેર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમાં 11 વર કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. જેની તડામાર તૈયારી થઇ રહી છે. કોરોના મહામારી સમયે સ્મશાનની આં સમિતિ દ્વારા કાયાપલટ કરવામાં આવેલ જેમાં બ્લોર, આખાયે મકાનનું રીપેરીંગ સાથે રંગ રોગાન, ગાર્ડન તેમજ સ્મશાન ફરતે દીવાલ બનાવી દવા દરવાજા સહિતની કામગીરી કરવામાં આવી હતી.સ્મશાનમાં લાભાર્થે લોકડાયરા નું આયોજન કરાયું હતું અને દાતાઓના સહકાર મળ્યો તેઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.



આમ એક બાદ એક ધાર્મિક સામાજિક કાર્યકમો થકી સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ રહી છે ત્યારે આગામી 21 મે ના રોજ જરૂરિયાતમંદ કન્યાઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 11 કન્યા લગ્નના પવિત્ર બંધને બંધાઈને સંસારમા પ્રયાણ કરશે.પ્રભુતામાં પગલાં પાડનાર દરેક કન્યાઓને દાતાઓ તરફથી સોના ચાંદી સહિત ફર્નિચર, વાસણો સાથે વરવઘરી અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ પાઠવવા ગાયત્રી શક્તિપીઠ, સિંધાવદર લાલજી મહારાજ જગ્યા, ઋગનાંથજી મંદિર, નાના જડેશ્વર, મોટા જડેશ્વર, રાણીમા રૂડીમાં ની જગ્યા, જોગજતી આશ્રમ, શ્રી ફડેશ્વર મંદિર, માટેલ ધામ, ચોટીલા ચામુંડા માતાજી મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.

પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે શૈલેષભાઈ ઠક્કર, પી.ડી. સોલંકી, જે. એમ. સોલંકી, એમ.પી. ચાવડા તથા જખો પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર હીરાભાઈ મઠિયાં સહિતના ઉપસ્થિત રહેશે. દાતાઓના સહયોગથી હજુ પણ સુધારા વધારા કરવાની કામગીરી માટે સતત પ્રયત્નશીલ રહેતા અને સમૂહ લગ્નોત્સવનાં આયોજનને સફળ બનાવવા મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિના મનીષ જાડા, સાહિલભાઈ ઠાસરિયા, આસ્તિક ઉપાધ્યાય, બાવાજી ચા વાળા તથા જયેશભાઈ કોંઢ વાળાએ જહેમત ઊઠાવી છે. સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમનું વ્યવસ્થા સહિત સંચાલન પ્રવીણભાઈ પંડ્યા સંભાળશે. સ્મશાનમાં વિકાસ માટે સુરક્ષા દીવાલ બનાવવા માટે સવા લાખ થી વધુની ઉમરના પત્થરના બેલા આપેવામાં આવેલ તે ગણેશ પથ્થરના માલિક કિશોરભાઈ આહિરનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે.