કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સ્વામીના વિડીયો સામે માટેલધામનો વિરોધ

ખોડિયાર માતાજીને સંબોધીને ટિપ્પણીઓ કરવામાં આવી

વાંકાનેર: સોશિયલ મીડિયામાં સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ખોડિયાર માતાજી તેમજ અન્ય કુળદેવી વિશે ટિપ્પણી કરી રહ્યા છે. જેની સામે ખોડિયાર માતાજી મંદિરના મહંતે વિરોધ નોંધાવ્યો છે.

મીડિયા અહેવાલો મુજબ સાળંગપુરનો વિવાદ તો ઉકેલાય ગયો છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મહંતોના પ્રવચનના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા હોય તેની સામે વિરોધનો સુર ઉઠી રહ્યો છે. તેવામાં વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપદાસનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ કહી કહી રહ્યા છે કે મહારાજ એ પોતાના ભીના કપડામાંથી નીચોડેલ પાણીથી કુળદેવીને છાંટા ઊડાડ્યા અને સત્સંગી બનાવી દીધા.તેમજ ખોડિયાર માતાજીને સંબોધીને પણ તેઓ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

આ વીડિયોને લઈને સુપ્રસિદ્ધ યાત્રા ધામ ખોડિયાર ધામ માટેલ દ્વારા સખત વિરોધ દર્શાવીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે, તેવું યાદીમાં જણાવાયું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!