વિસીપરાના શખ્સનું બાઈક સ્લીપ થતા ઇજા
બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો પકડાયો
વાંકાનેરના માટેલ રોડ પર રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાને પોતાના ગળા પર કાતર ફેરવી દીધી હતી ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળેલ માહિતી મુજબ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેર માટેલ રોડ પર કોટેસર ગ્રેનાઈટ ફેક્ટરી પાસે રહેતા ચંદ્રમણીભાઈ દેબેનભાઈ બીરૂવા (ઉ.વ.૩૭) નામના યુવાને માટેલ રોડ પર પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળાના ભાગે કાતર મારી દીધી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
વિસીપરાના શખ્સનું બાઈક સ્લીપ થતા ઇજા
વાંકાનેર વિસીપરામાં રહેતા ભરતભાઈ છગનભાઇ સેટાણીયાનું બાઈક ફાટક પાસે સ્લીપ થઇ જતા મોરબી સારવારમાં લઇ જવાયો હતો…
બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો પકડાયો
વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર કોમ્પલક્સ પાસે રવીભાઈ મુન્નાભાઈ સલાટ (ઉ.18) રહે. ગોકુલનગર સામે ઝુપડામાં, વાંકાનેર રાત્રીના અંધારામા બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે…

