કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા છે. 

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1071 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 29 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 9 કેસ, મોરબી શહેરમાં 9 કેસ, વાંકાનેર ગ્રામ્યમાં 3, વાંકાનેર શહેરમાં 1કેસ , ટંકારા ગ્રામ્યમાં 5 કેસ, માળિયા ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે હળવદ ગ્રામ્ય-શહેર, ટંકારા શહેર, માળિયા શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી. 

 
આજે 18 દર્દીઓ રિકવર થયા છે એટલે એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિ 187એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથીલોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!