વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે માયાબેન હરિપ્રસાદ જાનીને નિયુક્ત કરાયા છે, તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા, તેમને બઢતી મળી છે.
મોરબી જિલ્લામાં થયેલા અન્ય ફેરફારોની વિગત નીચે મુજબ છે:



રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા રાકેશ ગોરધનભાઈ રાઠોડને બઢતી આપીને માળીયામીયાણા (જિ.મોરબી) ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર રામજીભાઈ પટેલને બઢતી આપીને કાલાવડ (જિ.જામનગર) ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

