જરૂરીયાતમંદોએ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ
વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરુ હરીચરણદાસજી મહારાજ પ્રેરિત પૂજય સદગુરુ રણછોડદાસજી મહારાજના સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ ખાતે જરૂરીયાતમંદોને મેડીકલ સાધનો વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરાયો છે.
જેમા જરૂરીયાતમંદોને વ્હીલચેર, વોકર, બેડ, સ્ટીક, એરગાદલુ તથા ટોયલેટ ચેર વિગેરે વિનામૂલ્યે ઉપયોગ કરવા માટે અપાશે. જરૂરીયાતમંદોની જરૂરીયાત પૂર્ણ થયે મેડીકલ સાધનો પરત કરવાના રહેશે.
સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ દ્વારા પ્રશંસનીય કાર્ય શરૂ થતા જરૂરીયાતમંદોને જરૂર મુજબના મેડીકલ સાધનો ઉપયોગ માટે સરળતાથી મળી રહેશે. જે કોઈ જરૂરીયાતમંદોને ઉપરોકત મેડીકલ સાધનોની જરૂરીયાત હોય તેમને સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ – ગોકુલનગર સામે રાજકોટ રોડ, વાંકાનેર ખાતે સંપર્ક કરવો અથવા મો.92743 55507 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.