કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચિકિત્સા સંસ્થાઓ 31મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો

એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાત છે

વાંકાનેર: સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – 2021, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- 2022 અને સુધારા નિયમો- 2024 અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાતપણે પૂર્ણ કરાવવાનું રહે છે…રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારને આ કાયદા હેઠળ આવરી લેવાયેલ હોવાથી જિલ્લાની તમામ ચિકિત્સાપદ્ધતિની સંસ્થાઓ જેમ કે, એલોપથી, આયુર્વેદિક, યુનાની, નેચરોપથી, યોગા અને સિધ્ધા હેઠળના તમામ ક્લીનીક, હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એમેઝીંગ સેન્ટર, દવાખાના, સેનેટોરિયમ વગેરે કે જેઑ ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટની વ્યાખ્યામાં આવતા હોય, તો તેવા તમામ એકમોને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશનપૂર્ણ કરાવવા અંગે જણાવવામાં આવે છે…આ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યા વિના આવું ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ ચલાવવું કે તબીબી સારવાર કરવી તે આ કાયદા મુજબ ગુન્હો બને છે. આ રજીસ્ટ્રેશન મેળવવાના માટેના જરૂરી સાધનિક કાગળો અને લાગુ પડતી ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ અંગે વિગતવાર માહિતી ઉપરોક્ત વેબપોર્ટલ પર ઉપલબ્ધ છે. આ અંગે રજીસ્ટ્રેશન આગામી તારીખ 31-10-2024 સુધીમાં મોરબી જિલ્લાની તમામ ચિકિત્સા સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને રજીસ્ટરીંગ ઓથોરીટી ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!