આગામી રવિવારના સાંજના ગાયત્રી મંદિર ખાતે આયોજન
વાંકાનેર : બ્રાહ્મણોના આરાધ્ય ઇષ્ટદેવના નવનિર્મિત ભગવાન પરશુરામધામ ખાતે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પરશુરામ જયંતિની શોભાયાત્રા અંગેની એક અગત્યની મીટીંગ તારીખ 13.4.25 ને રવિવારના રોજ સાંજે 6:30 કલાકે ગાયત્રી મંદિર ખાતે રાખેલ યોજાશે. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના દરેક કાર્યકરો તેમજ હોદ્દેદારો તેમજ સર્વે બ્રહ્મબંધુઑને પધારવા વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા દ્વારા આહ્વાન કરવામાં આવેલ છે…
શહેરમાં રાજકોટ રોડ પર સેવા સદન કચેરી પાછળ બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે નિર્માણાધિન પરશુરામધામ ખાતે પરશુરામદાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વર્ષોથી બ્રાહ્મણો દ્વારા ભગવાન પરશુરામદાદાની જન્મ જયંતિ દિવસે હોમ હવન પૂજા અર્ચના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં ખાસ કરીને આ દિવસે શહેરના રાજમાર્ગો પર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામદાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા મુજબ
આગામી દિવસોમાં આવનાર પરશુરામ જયંતીને દિવસે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવા માટે સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને આગામી રવિવારે સાંજે 6.30 વાગ્યે ગાયત્રી શક્તિપીઠ ખાતે અગત્યની મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાંકાનેરના સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ તથા બહેનોને અચૂક હાજરી આપવા જણાવાયું છે. તેમજ કાર્યક્રમને અંતે પ્રસાદ રૂપે ઉપસ્થિત તમામ ભૂદેવ ભાઈઓ બહેનો સાથે મળીને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે….