મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો…
વાંકાનેર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા
કક્ષાએ લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તથા તાલુકાની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટેની ચર્ચા વિચારણા કરવા સ્થાનિક રીતે વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ શકે તે માટે તાલુકા સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જે અનુસાર
મોરબી જિલ્લામાં આ સમિતિની બેઠક દર મહિનાના પ્રથમ શનિવારે બોલાવવાની હોય છે. પરંતુ તે દિવસે જાહેર રજા હોવાથી અને રાજ્ય સરકાર દ્વારા બીજા શનિવારે કચેરી કાર્યરત હોય, તો તે મુજબ આગામી નવેમ્બર- ૨૦૨૪ ના માસની બેઠક આગામી તા.૯-૧૧ ના રોજ ૧૨
કલાકે પ્રાંત અધિકારી, વાંકાનેરના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન- વાંકાનેરના સભાખંડ ખાતે યોજવામાં આવનાર છે. તેમ મામલતદાર,
વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો…
કેન્દ્ર સરકારની મનરેગા યોજના છેવાડાના વિસ્તારના લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે લોકોને જે કોઈ ફરિયાદ હોઈ તો તેના માટે રાજય સરકારના નિર્દેશાનુસાર મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૪ થી પદભાર સંભાળી લીધો છે. જેનું કાર્યક્ષેત્ર મનરેગા કામ બાબત તેમજ મુખ્યત્વે શ્રમિકોની ફરિયાદો સાંભળવી, મળેલ ફરિયાદો અન્વયે એવોર્ડ પાસ કરવો તથા સ્થળ મુલાકાત કરીને મનરેગા યોજના અંગે શ્રમિકોને માહિતી આપવાનું રહે છે.
તેમજ જો કોઈ ફરિયાદ હોય તો રૂબરૂમાં તેઓ સ્વીકારે છે. શ્રમિકો કે લોકો તેઓની ફરિયાદ કોઈપણ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં રૂબરૂ અથવા ટપાલથી પણ મોકલી શકે છે. જો લોકપાલ તેમની કચેરીએ ના હાજર હોય તો ઓફિસ સમય દરમ્યાન, ફરિયાદ પેટી તેમની કચેરીના દરવાજા પાસે લગાવેલ છે. તેથી લોકો તેનો ઉપયોગ કરી શકે છે. મોરબીમાં લોકપાલને ફરિયાદ મોકલવાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ અત્રે જણાવ્યા મુજબ છે.
જે અનુસાર લોકપાલ કચેરી, રૂમ નંબર ૧૪૮,જિલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે કેશવજી દેવશીભાઈ અઘારા લોકપાલ તરીકે હાલમાં તેમની ફરજ બજાવી રહ્યા છે.
તેમનું ઈમેઈલ આઈ- ડી Ombudspersonmorbi@gmail.com છે અને તેમનો મોબાઈલ નંબર 9512001610 કચેરી અને 9426334428 અંગત નંબર કાર્યરત છે. તેમ નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, મનરેગા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.