વાંકાનેર તાલુકાનો ગારિયા ગામનો એક શખ્સ મોરબી જુગાર રમતા ઝડપાઇ ગયો છે. મળેલ માહિતી મુજબ મોરબી સીટી બી ડીવી વિસ્તારમાં આવેલ ઓફીસમાં પોલીસે રેડ કરીને ચાર જુગારીની રોકડા 52,000 સાથે ધરપકડ કરેલ છે. મુકેશભાઇ જેરામભાઇ રાંકજાની મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે આવેલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસ છે, ત્યાં અન્ય શખ્સો સાથે રમેશભાઇ મોહનભાઇ માલકીયા રહે. ગારીયા તાલુકો વાંકાનેર પણ ઝડપાયેલ છે.


બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના રાજગઢ ગામ ખાતે આવેલ રામજી મંદિર સામેની શેરીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૧). જયસુખભાઇ છેલાભાઇ દંતેસરીયા, ૨). મુન્નાભાઇ કેશુભાઇ ચૌહાણ, 3). ધનજીભાઇ ઉર્ફે હકાભાઇ જેરામભાઇ અધેરા અને ૪). અશોકભાઇ લધુભાઇ કુકાવા (રહ. બધા રાજગઢ) ને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 11,750 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
