વાંકાનેર: જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામેથી મોરબી એલસીબીની ટીમે વાહનચોર ગેંગના મુખ્ય સૂત્રધારને દબોચી લીધેલ છે
અને તેની પાસેથી આઠ ચોરાઉ બાઇક કબજે કરેલ છે અને કચ્છ જિલ્લાની ત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલી નાખેલ છે અને વધુ પાંચ શખ્સોના નામ સામે આવ્યા છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. હોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ચંદુભાઈ કણોતરા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર અને તેજસભાઈ વિડજાને મળેલ બાતમી આધારે
હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા કરશનભાઇ ભરતભાઈ રાતૈયાને ચોરાઉ બાઈક સાથે પકડવામાં આવેલ છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, ગોલાસણમાં આ શખ્સની પાસેથી પોલીસે આઠ ચોરાઉ બાઇક કબજે કરેલ છે અને
આરોપી કરશનભાઇ ભરતભાઇ રાતૈયાની સાથે અન્ય પાંચ શખ્સો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઈકની સાથે તેની ધરપકડ કરેલ છે અને જે શખસોના નામ સામે આવ્યા છે તેમાં અમિત જગદીશભાઈ ઉકેડીયા, કિરણ મનુભાઈ સુરેલા,
દીક્ષિત ઉર્ફે કાનો રાયધન સુરેલા રહે. ત્રણેય ગોલાસણ, આદર્શ ઉર્ફે આદુ દેવાભાઇ ઉર્ફે ચકુભાઇ ધણોજા રહે. માટેલ અને વિશાલ મુળજી આતરેસા મૂળ રહે. ગાંધીધામ હાલ કાલિકા પ્લોટ મોરબી વાળાના નામ સામે આવેલ છે જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
હાલમાં પકડાયેલા આરોપી પાસેથી કચ્છના વાહન ચોરીના ગુનામાં ગયેલા વાહનો કબજે કરીને પોલીસે ત્રણ લાખના ચોરાઉ બાઈક કબજે કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.