નવી દેવરીના શખ્સ પાસેથી છરી મળી આવી
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલી શ્રી મેસરીયા જૂથ સેવા સેવા સહકારી મંડળી લી. ની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને જૂથના સાત સાત સભ્યો ચૂંટાયા હતા. આ મંડળીના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી ગઈ કાલે યોજવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે ભારે રસાકસી
હતી અને વાતાવરણ પણ તંગ હતું, શું થશે? એવા પ્રશ્ન વચ્ચે વ્યવસ્થાપક કમિટીના ચૂંટાયેલા 14 સભ્યો અને RDC બેંકના પ્રતિનિધિ આમ કુલ ૧૫ સભ્યોની મંડળીની ઓફિસમાં બેઠક થઈ હતી. જેમાં બેંકના પ્રતિનિધિ બાબતે ચર્ચાઓ થઈ હતી; પરંતુ અંતે બને જૂથને વારાફરતી
એક- એક ટર્મ પ્રમુખપદ આપવાની બાબતે સમાધાન થયું હતું, જેમાં પ્રથમ ટર્મમાં પ્રમુખ તરીકે ધીરુભાઈ વશરામભાઈ રાઠોડને અને બીજી ટર્મમાં દેવકુભાઈ જગુભાઈ સર્વાનુમતે નક્કી થયા હતા. આમ મંડળીની ઓફિસની અંદર સમાધાન થયું અને બને ટર્મ માટે સર્વાનુમતે બંને
આગેવાનના નામ નક્કી થયા હતા, જ્યારે મંડળીની ઓફિસની બહાર ટેકેદારોમાં ડખો થયો હતો. જેમાં બે વ્યક્તિને ઇજાઓ થઈ હતી. આ સમાચાર ગામમાં ફેલાતા જ વાતાવરણ તંગ બની ગયું હતું અને એક કાર સળગાવવામાં આવી હતી. આ સમાચાર મળતા પોલીસ દોડી
આવી હતી અને સ્થિતિને કાબુમાં લીધી હતી. ઓફિસમાં આગેવાનોએ સમાધાન કરીને શાંતિનો રસ્તો અપનાવ્યો અને બહાર રહેલા ટેકેદારોએ ઉશ્કેરાટમાં નાની વાતને મોટી બનાવી વાતાવરણ તંગ કરી દીધુ. એક જૂથના વ્યક્તિએ બીજા જુથ્થની વ્યક્તિ પર હથિયાર સાથે હુમલો કર્યાના સમાચારો વહેતા થયા હતા, એક કાર પણ સળગાવાઈ હોવાના અહેવાલ છે…
નવી દેવરીના શખ્સ પાસેથી છરી મળી આવી
વાંકાનેર તાલુકાના નવી દેવરી ગામે રહેતા જૈનુલઆબેદીન ઉસ્માનભાઈ માથકીયા પાસેથી છરી મળી આવતા હથિયાર પ્રતિબંધિત જાહેરનામાના ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે….
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
