વાંકાનેર: મેસરીયાના દેવકુભાઇ જગુભાઇ ધાધલ (ઉ.વ.૪૪) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલ સભ્યોની પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હોય પોતે પ્રમુખ પદનો ઉમેદવાર હોય તેમજ સામા પક્ષે ધીરૂભાઈ વશરામભાઈ
રાઠોડ પ્રમુખ થવાના હોય અને બંન્ને ઉમેદવારોને ૭-૭ મત મળેલ હતા, જેથી કિર્તીરાજસિંહ વાળા રે.ગારીયા વાળાની નિર્ણાયક મત તરીકે વરણી થયેલ હતી. અમે બધા મિટિંગમા હતા, ત્યારે મેસરિયાના પોલાભાઈ હીરાભાઈ પરમાર દ્વારા જાણવા મળેલ કે બહાર રોડ ઉપર ગાડી
સળગે છે, જેથી ફરિયાદી તથા પોલાભાઈ ધીરાભાઈ પરમાર મંડળીની ઓફીસ બહાર નીકળી જોયુ તો વિનયગઢ ગામ તરફ જવાના રસ્તે મેસરીયા લખેલ લોખંડના બોર્ડ પાસે ફરિયાદીની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ કાર રજી.નં. જી.જે.-૧૩. એ.એમ.-૮૮૫૨ વાળી સળગતી
હતી. તેમજ મેસરિયાના (૧) હિરૂબેન ધીરૂભાઈ રાઠોડ ગાડીમાં પથ્થર મારતા હતા. (૨) રોહીતભાઈ ભગાભાઈ સાંકળીયાએ ગાડીમાં પેટ્રોલ છાંટેલ હતુ અને (૩) વનરાજભાઈ ધીરૂભાઈ રાઠોડએ દીવાસળીથી ગાડી સળગાવી હતી. તેમજ (૪) ગોપાલભાઈ છગનભાઈ રાઠોડ
(૫) રમેશભાઈ ઉર્ફે ખડો બાબુભાઈ ભુસડીયા (૬) પ્રકાશભાઈ તેજાભાઈ સાકરીયા (૭) વિનુભાઈ કેશાભાઇ ભુસડીયા એમ બધા ગાડી સળગાવવામાં ઉપરોક્ત બધાને સાથ આપતા હતા. મીટીંગ પૂર્ણ થતા આખી ગાડી સળગીને ભડથુ થઈ ગયેલ હતી. મંડળીની ઓફીસ
બહાર મારામારી થયેલ હોય જેમાં સામેવાળા બધાએ ટોળુ વળી એક સંપ કરી સ્વીફ્ટ કાર ગાડી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આખી ગાડી સળગાવી દઈ કી.રૂ.૪,૦૦,૦૦૦/- નુ નુકસાન કરેલ છે. પોલીસ ખાતાએ સાત આરોપી વિરુદ્ધ બી એન એસ ૨૦૨૩૨૦૨૩ની કલમ ૩૨૬ જી ૩૨૪ ૫ ૧૮૯ ૨ ૧૯૦ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….