વાંકાનેર: તાલુકાભરમાં સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવનાર મેસરીયા મંડળીના પ્રમુખની ચૂંટણીમાં થયેલ ડખ્ખામાં સામસામી ફરિયાદો થઇ છે, જેમાં પહેલી ફરિયાદમાં મેસરીયાના અશ્વીનભાઈ ધીરુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ લખાવેલ છે કે તા-૨૨/૦૭/૨૦૨૪ ના મેસરીયા જુથ સેવા
સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હતી, ફરિયાદીના પિતા ધીરુભાઈ વશરામભાઈ અને સામા પક્ષે દેવકુભાઇ જગુભાઇ ધાંધલ પ્રમુખના ઉમેદવાર હતા તથા બંન્ને ઉમેદવારોને ૭-૭ મત મળેલ હતા, જેથી ગારીયાવાળા કિર્તીભાઈનો મત નિર્ણાયક હતો.
મંડળીના બધા સભ્યો મિટિંગમા હતા, ત્યારે શીવકુભાઈ દાદ્ભાઈ ખાચર ફોરવીલ કાર લઈને આવેલ, તેમની સાથે કારમા બાબભાઇ કથુભાઈ તથા આપા ઝાલાની જગ્યાવાળા જાવલીદાસ મારાજ હતા, તેની પાછળ બીજી બોલેરો હતી જેમા છ જણા હશે તથા તેની
પાછળની ફોરવીલમા ત્રણ જણ હતા, શીવકુભાઈએ ફોન કરીને કિર્તીભાઈને બહાર બોલાવેલ હતા, જેથી ફરિયાદી તથા મેસરીયાના કેસાભાઈ તેમની પાસે ગયેલા અને કિર્તીભાઈને આ શીવકુભાઈ તેમની સાથે ન લઇ જાય તે માટે પાછા ઓફિસ તરફ લઈ જતા હતા, ત્યારે
શીવકુભાઈના કહેવાથી બોલેરોમાથી અજાણ્યા માણસો આવેલ અને છરી તથા પાઈપ વડે હુમલો કરી દિધેલ હતો, જેમા ફરિયાદીને માથામા તથા ડાબા હાથમા છરી લાગી ગયેલ તથા કેસાભાઈને માથામા પાઈપનો ઘા લાગી ગયેલ હતો, તેવામા વનરાજભાઈ તથા
ઉસ્માનભાઈ આહમદભાઈ, મુન્નાભાઈ રુખાભાઈ તથા કાળુભાઇ રણછોડભાઈ આવી ગયેલ. આરોપી બધા ત્યાંથી ભાગી ગયેલ હતા, થોડીવારમા ફરિયાદીના મામા મનસુખભાઈ વાલજીભાઈ આવી જતા ઇજાગ્રસ્તને સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ
સરકારી દવાખાને સારવારમાં લઇ આવેલ છે, જગદીશભાઈ કેશાભાઈ તથા જગદિશ લક્ષ્મણભાઈ અહીં આવેલ છે. આરોપી તરીકે કુલ આઠ પૈકી (1) શીવકુભાઈ દાદભાઈ ખાચર (2) બાબભાઈ કથુભાઇ કાઠી અને છ અજાણ્યા ઇસમોના નામ અપાય છે. પોલીસ ખાતાએ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ તથા જીલ્લા મેજી.શ્રી મોરબીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો નોંધી આગળની તપાસ શરુ કરી છે…
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
