ઢુવા ખાતે ચાલતા ચાલતા પડી જતા ઈજા
વાંકાનેર: તાલુકાના નવા વઘાસિયાના બાવાજી આધેડને ચાલુ રિક્ષાએ ઉલટી થવા લાગતા હોસ્પિટલે લઇ ગયા હતા, જ્યાં મૃત જાહેર કર્યા હતા. અને ઢુવા ખાતે ચાલતા ચાલતા પડી જતા યુવાનને ઈજા થઇ હતી..


જાણવા મળ્યા મુજબ નવા વઘાસીયા ગામે રહેતા અમરવન હરજીવન ગોસ્વામી (ઉ.54) નામના આધેડને મોરબી જતા ચાલુ રિક્ષાએ ઉલટી થવા લાગતા સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે ચાલતા ચાલતા પડી જતા ઈજા પામેલ બૈજનાથ કાલુરામ કેવટ નામના 25 વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની સીવીલે ખસેડાયો હતો.
