વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે પોતાના ઘરની દીવાલ અચાનક ધસી પડતા આ દીવાલ નીચે દટાઈ જતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે રહેતા નિર્મલભાઈ ભીમાભાઈ લોખીલ ઉ.53 પોતાના ઘેર હતા ત્યારે ઘરની દીવાલ અચાનક ધસી પડતા દીવાલ નીચે દટાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.