કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઉભા બાઈકને ઠોકર મારતા ગાંગીયાવદરના આધેડનું મરણ

વઘાસીયા ટોલનાકાથી આગળ વળાંક પર બનેલો બનાવ

વાંકાનેર: ગાંગીયાવદરના પિતા-પુત્ર બાઈક લઈને વઘાસીયા જતા વળાંક વળવા બાઈક ઉભું રાખેલ ત્યારે પાછળથી એક ટ્રકે ઠોકર મારતા સિત્તેર વર્ષના આધેડનું મરણ નીપજેલ છે….

પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદરના કાનજીભાઇ શામજીભાઈ ધરજીયા (ઉ.વ.૪૨) ફરીયાદમાં લખાવેલ છે કે અમો પાચ ભાઇ અને ચાર બહને છીએ. તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ હુ તથા મારા પિતા શામજીભાઇ મોહનભાઇ ધરજીયા (ઉ.વ.૭૦) બન્ને જણા લાકડધાર ચોથીબહેનના ઘરેથી સાંજના મોટર સાયકલ રજી નંબર GJ-03-HN-3745 વાળુ લઈને વધાસીયા મારા ફઇના ઘરે જવા માટે નીકળેલ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ વધાસીયા ટોલનાકા પાસેથી વધાસીયા તરફ જવા માટે બાઇક લઈ વાળવા માટે મે બાઇક ઉભુ રાખેલ ત્યારે એક ટ્રક ફુલ સ્પીડમા ગફલત ભરી રીતે આવી મારા મોટર સાયકલને પાછળની ઠોકર મારતા

અકસ્માત થતા હુ તથા મારા પિતાજી મોટર સાયકલ સહીત રોડ પર ફગોળાય ગયેલ અને નીચે પડી ગયેલ અને મારા પિતાજી મોટર સાયકલમા મારી પાછળ બેઠેલ હોય જેને ગંભીર ઇજા થયેલ અને બેભાન થઇ ગયેલ ડ્રાઇવરે ટ્રક રજી નંબર GJ-12-A Z-1331 સાઇડમા ઉભો રાખી દીધેલ હતો જેથી ત્યા બાજુમા વધાસીયા ટોલનાકાની એમ્બયુલન્સ તરત આ બનાવ વાળી જગ્યાએ આવી ગયેલ અને વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ. ફરજપરના ડોકટરશ્રીએ મારા પિતાજીને જોઈ તપાસી મરણ ગયેલનું જાહેર કરેલ જેથી મે મારાભાઈ વીનોદભાઈને ફોન કરી આ બનાવની જાણ કરતા તે તરત જ વાંકાનેર સરકારી દવાખાને આવી ગયેલ હતા. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!