વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા એક આધેડનું બાઈક સ્લીપ થતા સારવારમાં છે…..
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા સાદુરભાઈ માધાભાઈ સરાવાડીયા (56) નામના આધેડ જેતપરડા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં તેઓને સારવાર માટે મોરબી લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે…