માટેલમાં મારામારીમાં ઈજા
વાંકાનેર: રાતીદેવડીના આધેડને બાઈક અકસ્માતે ઈજા થઈ હતી અને માટેલમાં મારામારીમાં ઈજા એક યુવાનને ઇજા થઇ હતી…

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા હુશેન મામદ મીમનજીભાઈ બાદી (દૂધ વાળા) નામના 65 વર્ષના આધેડ ઘરેથી જડેશ્વર રોડ પર ગામથી આથમણી બાજુ આવેલ વાડીએ જતા હતા ત્યારે બાઈક અકસ્માતે ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.

માટેલમાં મારામારીમાં ઈજા
વાંકાનેરના માટેલ ગામે રહેતા રણજીત મેરૂભાઈ ડાભી (ઉ.31) નામના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લઇ જવાયો હતો.
