પંચાસિયા અને અમરસરના યુવાનના બાઈક સ્લીપ
વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામના આધેડને ચાલવા માટે નીકળ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતા ઇજા થઇ છે, જયારે તાલુકાના પંચાસિયા અને અમરસરના યુવાનના બાઈક સ્લીપ થતા ઇજા થતા સારવારમાં છે…
વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામે મહાશક્તિ સિરામિક નજીક રહેતા દિનેશભાઈ નાગજીભાઈ મદ્રેસાણીયા નામના ૫૪ વર્ષીય આધેડ ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા, ત્યારે જડેશ્વર રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે…
પંચાસિયા અને અમરસરના યુવાનના બાઈક સ્લીપ
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા જુનેદભાઈ રહીમભાઈ શેરસિયા નામનો ૨૬ વર્ષનો યુવાન વાંકાનેરના રાણેકપર ગામથી ઢુવા કારખાનામાં કામે જતા બાઈકમાં જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા ઈજા પામતા સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો છે. જ્યારે વાંકાનેરના અમરસર ગામે રહેતા અશોકભાઈ રામજીભાઈ ધંધુકિયા નામના ૨૦ વર્ષના યુવાનને અમરસર ગામ પાસે રેલ્વે સ્ટેશન નજીક બાઈક સ્લીપ થવાની ઘટનામાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો છે…