વાંકાનેર : હમણાં હમણાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેર આવેલ આંધ્રપ્રદેશના ટ્રક ચાલકના મોતનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ સાદકવલી જાફરસાબ બદવેલ ઉ.33 નામનો યુવાન ચંદ્રપુર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા ત્યારે માથું દુખતું હોય દવા લેવા વાંકાનેર કુંજ હોસ્પિટલ ગયા હતા જ્યાં અચાનક ચક્કર આવી પડી જતા બેભાન હાલતમા મોરબી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું.