વાંકાનેર તાલુકાના રાતાવિરડા નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા યુવાનને મોરબીમાં ડમ્પર હડફેટે ઇજા થતા મરણ નીપજેલ છે…
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા નજીક આવેલ દિયાન પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા વિનોદકુમાર અશોકકુમાર કુર્મી (22) નામના યુવાને ડમ્પર નંબર જીજે 39 ટી 1334 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ
લક્ષ્મીનગર ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી ફરિયાદી તેની ઈકોગાડી નંબર જીજે 36 એએફ 0684 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની ઈકોગાડીની પાછળના ભાગમાં ડમ્પર ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી ઉપરાંત ગાડીમાં બેઠેલા સંજુસિંહ ઠાકોર, ઉમેશ યાદવ અને શિવઅવતાર વર્માને ઈજાઓ થઈ હતી જેમાં
શિવઅવતાર મંગાભાઈ વર્મા (50)ને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં જાણવા મળ્યું છે કે તેની ગાડીમાં બેઠેલા સંજુસિંહ ઠાકોર, ઉમેશ યાદવ અને શિવઅવતાર વર્મા ગાળા ગામ નજીક આવેલ અતિથિ પેપર મિલમાં હતા ત્યારે ત્યાં ઝઘડો કર્યો હતો જેથી કરીને તે ત્રણેયને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બોલાવેલ હોવાથી તેને પોતાની ગાડીમાં બેસાડીને ત્યાં લઈને જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બનેલ છે….