વાંકાનેર: મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેર દ્વારા વાંકાનેરના આણંદપર ગામમાં સેન્ડ સ્ટોનની લીઝની પર્યાવરણ મંજૂરી વગર ખનન અંગે તેના કર્મચારીને તપાસ સોંપી હતી અને તેનો રીપોર્ટ આવવાનો બાકી હતો અને આ બાબતે જેની
જગ્યાએ તપાસ થઇ હતી તેનો માણસ વસંત ઉર્ફે બાબુ પરમાર અને દશરથસિંહ નામની વ્યક્તિ આવ્યા હતા અને તે બાબતે વાતચીત કરતા હતા. રીપોર્ટ આવવાનો બાકી હોય તેવી વાત ચાલતી હતી તે દરમિયાન જામનગરનો વતની સામત કરમુર નામનો શખ્સ ઓફિસમાં
ધસી આવ્યો હતો અને બીજાની લીઝ બાબતે રજુઆત કરવા લાગ્યો હતો. જેથી તેઓએ તેને થોડીવાર ઓફીસની બહાર બેસવાનુ કહેતા સારૂ લાગ્યું ન હતું. આ ઉપરાંત સામત કરમુર સામે રાજકોટમાં અગાઉ ગેરકાયદે ખનન કરવા અંગે કેસ કરી દંડ કરાયો જ હતો, જેનો ખાર
રાખી ખાણ ખનીજ અધિકારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને “તમે દુધે ધોયેલા નથી તમે શું કરો છો તે મને ખબર છે” તેમ બોલી ગાળાગાળી કરતો હતો અને “તમે અહીં કેમ નોકરી કરો છો તે હું જોવું છું” તેવી ગર્ભિત ધમકી આપી હતી આ
દરમિયાન સિક્યુરીટી ગાર્ડ આવી પહોચ્યા હતા અને તેને બહાર લઇ ગયા હતા પોલીસને જાણ કરતા પોલીસે સામત કરમુંરની અટકાયત કરી હતી બનાવ અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.