વાંકાનેર: મોરબીમાં માઇન સુપરવાઇઝર વી.એચ.કંદોઈ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાં તા.૨૯-૩ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં નીકળેલ ડમ્પર નંબર જીજે ૧૩ એએકસ ૧૯૫૪ ને અટકાવવામાં આવ્યું હતું.
તેમાં ફાયર કલે ખનીજ ભરવામાં આવેલું હોય અને તેના ચાલક જીતાભાઈ હરજીભાઈ કુકાવા રહે.રાજગઢ તા.વાકાનેર પાસે વાહનમાં ભરાયેલ ખનીજના આધાર પુરાવા અને પાસ પરમિટ માંગવામાં આવ્યા હતા. જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે વાહનને જપ્ત કરી મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું…