ફટાકડા સ્ટોલ માટે ૩૮ જણાએ અરજીઓ કરી
વાંકાનેર:જીલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમો બનાવીને મોરબી જીલ્લામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વાહનમાં અનઅધિકૃતપણે ખનીજ પરિવહન થતું હોવાનુ સામે આવતા તેઓ વિરૂદ્ધ દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…


ખાણ ખનીજ વિભાગના અધિકારી જગદીશભાઈ વાઢેર પાસેથી મળતી માહિતી પ્રમાણે, લાલ માટી ભરેલ વાહન નંબર GJ-36-V-8317 સાથે ડ્રાઈવર બ્રિજેશ મનુભાઈ ગોસ્વામી રહે. ધમલપર વાંકાનેર મળી આવતા માલિક ગોપાલભાઈ આલના વાહનને

લાલમાટી ચોરી સબબ મળી આવતા વાહન માલિક સામે ખનીજ ચોરી મામલે વાહન પકડીને સંલગ્ન પોલીસ મથકમાં વાહન મુકાવીને ખનીજ વિભાગના નિયમ હેઠળ દંડ વસૂલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
ફટાકડા સ્ટોલ માટે ૩૮ જણાએ અરજીઓ કરી
નવરાત્રી પર્વ પૂર્ણ થતા વાંકાનેરની બજારમાં ધીમે ધીમે દિવાળીની રોનક દેખાવવા લાગી છે. ફટાકડાના સ્ટોલ લાગવાની પણ શરુઆત થવા લાગી છે. દિવાળી પર્વને હવે માત્ર ૧ર દિવસનો સમય બાકી છે, ફટાકડા સ્ટોલ માટે હંગામી લાયસન્સ માટે વહીવટી તંત્ર દ્વારા અરજી મગાવવામાં આવી હતી. જેની ગત તારીખ ૧૫/- ના રોજ મુદત પૂર્ણ થઇ ગઈ છે. વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તાર માટે ૩૮ અરજીઓ મળી હતી રાજકોટ ટી આર.પી ગેમ ઝોનની દુર્ઘટના બાદથી રાજ્યમાં ફાયર પ્રિવેન્સનથી લઇ અન્ય નિયમની કડક અમલવારી શરુ થવાને કારણે વેપારીઓને અલગ અલગ પ્રકારના પ્રમાણપત્ર અને બાંહેધરી પત્રક સહિતની કામગીરી માટે ખર્ચ વધી જતો હોવાથી આ વર્ષે અરજીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ તંત્ર દ્વારા તમામ અરજીની સ્ક્રુટીની કરવામાં આવી રહી છે અને તેમાંથી કેટલા અરજદારોને લાયસન્સ મળે છે તે જોવાનું રહ્યું. હંગામી લાયસન્સ માટે ટેમ્પરરી એન ઓ સી આપવામાં આવશે, દિવાળી દરમિયાન ફટાકડા વેચાણ અંગે હંગામી લાયસન્સ માટે આવેલી અરજીઓમાંથી પ્રાંત કચેરીથી ફાયર ચકાસણી માટે સુચના આપવામાં આવી છે હાલ જે અરજી આવી છે જેની ચકાસણી ચાલુ કરી છે ફાયર સાધનો લગાવવા અને ભીડ ભાડ જગ્યાથી દુર હોવા સહિતના સુરક્ષિત રીતે સ્ટોલ હશે તેમજ જરૂરી નિયમનું પાલન થતું હશે તેવા અરજદારોને ટેમ્પરરી એન ઓ સી આપવમાં આવશે….
અમે કોઈને કમલ સુવાસ ન્યુઝમાં એડ કરતા નથી માટે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ નંબર મોકલી એડ કરવાનું કહેવું નહીં, પણ તેમને અમારી લિન્ક મોકલી એડ થવાનું જણાવવું. એડ થવાની પ્રોસિજર નીચે મુજબ છે…
