કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જડેશ્વર મેળાનો શુભારંભ કરાવતા કૃષિમંત્રીશ્રી

જડેશ્વર મંદિર ખાતે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળ્યો

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૭૦૦ વર્ષ પૂર્વે અહીં જડેશ્વર મહાદેવની સ્વયંભૂ સ્થાપના થઇ છે. ત્યારે વર્ષોથી અહીં આ લોકમેળો યોજાય છે. જડેશ્વર મહાદેવના મંદિરે લાખો દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે.

વધુમાં મંત્રી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પંથકમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે, ત્યારે જડેશ્વર દાદાના શરણે એવી પ્રાર્થના કરું છું કે, સમયસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર પંથકમાં જરૂરિયાત અનુસાર વરસાદ થાય. વધુમાં દેશની શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે આપણને સૌને શક્તિને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરું છુ.


આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ જડેશ્વર મંદિર ખાતે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળ્યો હતો.આ પ્રસંગે મંત્રી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ અને જીતેન્દ્રજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શેરશિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, કોઠારિયા ગામના કિશોરસિંહ ઝાલા સહિત આજુબાજુ ગામના સરપંચ અને નાગરિકો તેમજ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળા યોજવામાં આવે છે, પરંતુ સૌ પ્રથમ મેળો મોરબી જીલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે. આવી જ રીતે આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ ત્યારે સારા વરસાદ અને મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.


સાંસદ મોહનભાઇ કુંડારીયા અને કેસરીદેવસિંહ ઝાલા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી સહિતના હાજર રહ્યા હતા રહેવાના છે અને આ મેળો રવિવાર અને સોમવાર બે દિવસ માટે યોજાય છે, ત્યારે મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદી અને લઘુમહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના ત્રીભેટ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા કરવા માટે શ્રાવણ મહિનામાં લોકો ઉમટી પડે છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!