જ્ઞાનગંગા શાળાના સંચાલક સામે એટ્રોસીટી તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ ફરિયાદ
વાંકાનેર: આંબેડકનગર શેરીમાં રહેતા ફરીયાદીનો સગીરવયનો દિકરો જ્ઞાનગંગા સ્કુલમાં અભ્યાસ કરતો હોય અને રિસેસના સમયે સ્ટેચ્યુ ચોકની પાસે નાસ્તો કરતો હોય આ વખતે જ્ઞાનગંગા શાળાના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાએ ત્યાં આવી જઇ ફરીયાદીના દિકરાને પેટના નીચેના ભાગે પેશાબવાળી જગ્યાએ જોરદાર પાટુ મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત અપમાનીત કરતા ગુન્હો નોંધાયો છે
જાણવા મળ્યા મુજબ વાંકાનેર આંબેડકનગર શેરી નંબર-૫ માં રહેતા અને અલગ અલગ કારખાનામાં સફાઇનું કામ કરતા મહેન્દ્રભાઈ નટવરભાઈ સારેસા/અનુજાતિ. (ઉ.વ. ૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે, 
મારો દિકરો જ્ઞાનગંગા સ્કુલે બપોર પછી બે વાગ્યાથી સાંજના આઠેક વાગ્યા સુધી આ શાળામાં જ ટયુશનમાં જાય છે. મારો દિકરો બહાર નાસ્તો કરવા ગયેલ હતો. અને અંદાજે એકાદ વાગ્યાના અરસામાં મને કોઇ 
સિધ્ધાર્થ વાઘેલા નામના વ્યક્તિનો ફોન આવેલ કે, તમારા છોકરાને જ્ઞાનગંગા શાળાના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાએ પાટુ મારેલ છે જેથી મેં વાત કરેલ કે, તારે કોઇ સાથે ઝઘડો થયેલ છે કે કેમ? ત્યારે મારા દિકરાએ મને વાત કરેલ કે, 
હું મારા સ્કુલના યુનિફોર્મમાં સ્ટેચ્યુ ચોકમાં ગર્લ્સ સ્કુલની બાજુમાં આવેલ ભુંગરા બટેટા વાળાને ત્યાં નાસ્તો કરતો હતો તે વખતે અમારા સ્કુલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાએ ત્યાં જાતિ સંબંધી અપમાનજનક શબ્દો બોલી કહેલ કે 
‘તમે ભણવાને લાયક નથી’ તેમ કહી મને પેટના નીચેના ભાગે પેશાબવાળી જગ્યાએ જોરદાર પાટુ મારેલ, જેથી મને ચકકર આવવા લાગતા થોડીવાર હું નીચે બેસી ગયેલ અને ત્યાંથી આ સ્કુલના સંચાલક યોગેન્દ્રસિહ ઝાલા જતા રહેલ હતા બાદ 
હું પણ ઘરે આવતો રહેલ હતો. મારા દિકરાની સારવાર કરાવવા બાબતે સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે લઇ ગયેલ હતો અને તેમની સોનોગ્રાફી કરાવવામાં આવેલ છે. મારા દિકરાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત હડઘુત કરેલ છે,
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨) તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(આર)( એસ), ૩(૨)(૫-એ) તથા જુવેનાઇલ જસ્ટીસ એકટની કલમ ૭૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
