વઘાસીયા ગામમાં મારામારી
વાંકાનેર: તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં કામકાજ કરતો સગીર બાઈકમાં જતો હતો ત્યારે બાઈક ટ્રકની પાછળ અથડાતા એમનું મોત નીપજેલ છે….


જાણવા મળ્યા મુજબ તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ નિધિ ફોરક્લિપ નામના ગેરેજમાં રણજીતસિંહ વર્માની સાથે રહીને કામકાજ કરતો સત્યપ્રકાશ રામકેવલભાઈ યાદવ નામનો 16 વર્ષનો સગીર બાઈકમાં જતો હતો ત્યારે બાઈક ટ્રકની પાછળ અથડાયું હતું. જેથી સત્યપ્રકાશ યાદવનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા તપાસ કરવામાં આવી હતી. મૃતક મૂળ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો…


વઘાસીયા ગામમાં મારામારી
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જૂના વઘાસીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જુબેર હુસેનભાઈ માથકિયા નામના 24 વર્ષના યુવાને ઇજા થતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો. આથી વધુ માહિતી અત્રે ઉપલબ્ધ નથી….
