રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો
વાંકાનેર: તાલુકાના રંગપર પાસે કંપનીમાં બોઈલર ફાટતા 15 વર્ષીય સગીર શ્રમિકનું મોત થયું હતું. તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. કિરણ કટારા મૂળ સંતરામપુરનો વતની હતો. અહીં રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો. હજુ સપ્તાહ પહેલા જ આવ્યો હતો…
બનાવ અંગે પરિજનોએ જણાવ્યું કે, કિરણ પર્વતભાઈ કટારા (ઉં. વ. 15, રહે. રંગપર, વાંકાનેર, રેમ્બો કંપની, મૂળ સંતરામપુર, અઠીપુરા)ને બેભાન હાલતમાં કુવાડવાની ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવારમાં તેમનું મોત થયું હતું. કિરણ પોતાના વતન રહેતો. તેના બનેવી આશિષ અહીં વાંકાનેરની રેમ્બો ફેબ પેક એલએલપી કંપનીમાં મજૂરી કરતા એટલે કિરણ બેન-બનેવી સાથે રહેવા આવ્યો. ત્યાંથી મજૂરી કરવા લાગ્યો…
દરમ્યાન ગઈ કાલે ગરમ હીટર બોઈલર ફાટતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ખાનગી હોસ્પિટલ ખસેડ્તા તેનું મોત થયું હતું પોલીસે પીએમ માટે મૃતદેહ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. કિરણ બે ભાઈમાં મોટો હતો. તેના માતા પિતા વતનમાં મજૂરી કામ કરે છે…