મરનારના પિતા મજૂરીકામ કરે છે
વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.



દાઉદભાઈ મજૂરીકામ કામ કરે છે અને ચંદ્રપુર જુના ગામમાં રહે છે. એમને બે દીકરા છે. અસ્માબેનના આ કરુણ બનાવથી દુઃખની લાગણી ફેલાઈ છે.