દીઘલિયામાં યુવાનનો આપઘાત
વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ કારખાનામાં રહેતા સગીરને ગળામાં દુખાવો ઉપડયા બાદ મૃત્યુ થયું છે. બીજા બનાવમાં દીઘલિયામાં પુત્રીનું મોઢું જોવા નહીં દેતા યુવાને આપઘાત કરી લીધો છે…







વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ સ્કોવેર સનેટરીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામના વતની રાકેશ રાજુભાઈ સોલંકી ઉ.15 નામના સગીરને ગત તા.6ના રોજ રાત્રીના સમયે ગળામાં દુખાવો ઉપડયા બાદ મકનસર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારમા લઈ ગયા હતા.બાદમાં ઘેર આવી ગયા બાદ ફરી દુખાવો થતા મોરબીની ખાનગી બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…






બીજા બનાવમાં મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા યુવાનને માનસિક બીમારી લાગુ પડયા બાદ પત્ની રિસામણે ચાલી ગઇ હોય અને પુત્રીનો જન્મ થયો હોવા છતાં યુવાનના સાસરિયાવાળા પુત્રીનું મોઢું જોવા દેતા ન હોવાથી લાગી આવતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે…











બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા મુઝફ્ફર ઉસ્માનભાઈ ખોરજીયા (ઉ.25) નામનો યુવાન માનસિક બીમાર થતા તેમના પત્ની પિયર ચાલ્યા ગયા હતા જ્યાં પુત્રીનો જન્મ થયો હોય મૃતક મુઝફ્ફરભાઈ પુત્રીનું મોઢું જોવા માંગતા હોય પરંતુ પત્ની પુત્રીનું મોઢું જોવા દેતી ન હોવાથી મનોમન લાગી આવતા પોતાની વાડીએ જંતુનાશક દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
