વાલાસણ રોડ ઉપર રહેણાંક મકાનમાં બનેલો બનાવ
રાતાવિરડાના યુવાનને અકસ્માતમાં ઇજા
ટંકારા: તાલુકાના મીતાણા વાલાસણ રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં સગીરાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું.

જાણવા મળ્યા મુજબ મીતાણા ગામ પાસે આવેલ વાલાસણ રોડ ઉપર પ્રકાશભાઈ શીવાભાઈના રહેણાંક મકાનમાં તેમના બહેન તેજલબેન શિવાભાઇ સાડમીયા (ઉ.17)એ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું .

જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
રાતાવિરડાના યુવાનને અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા ધનજીભાઈ વાઘજીભાઈ પરમાર (ઉ.45) નામનો યુવાન ટિંબડી ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.,,
