કોટડા નાયાણી ગામની ઘટના
વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતી 16 વર્ષની સગીરા મોબાઇલમાં કોઇ સાથે વાત કરતી હોય જે અંગે માતાએ ઠપકો આપતા તેણીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.



જાણવા મળ્યા મુજબ મુળ છોટા ઉદેપુર પંથકના વતની અને હાલ કોટડા નાયાણી ગામે વાડી રાખી મજૂરી કામ કરતા પ્રરપ્રાંતિય પરિવારની 16 વર્ષિય સગીરા કોઇ સાથે ફોન ઉપર વાત કરતી હોય જે બાબતે તેના માતાએ મોબાઇલમાં વાત કરવાની ના પાડી ઠપકો આપતા લાગી આવવાથી તેણીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર તાલુકા પોલસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
