કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

આ બનાવ  ભોજપરા વાદી વસાહતનો મનાય છે

સગીરાની ઈચ્છા વિરુદ્ધના દુષ્કર્મના બે આરોપી

વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે સામે ગુનો નોંધીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના ભોજપરા ગામે રહેતા પરિવારની સોળ વર્ષની સગીર વયની દીકરીનું મોરબીના નવલખી બ્રિજ નીચેથી ગત તા.22-3-25 ના સવારના દસેક વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવ્યું હતું અને સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ…

આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર અને જાનનાથ સોરમનાથ બંને રહે.મકનસર તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ધમ્મરનાથ અને જાનનાથ દ્વારા ગત તા.22-3 ના તેઓની દીકરીનું મોરબી ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ ધમ્મરનાથ પઢિયાર નામના ઇસમ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું…
હાલ પોલીસે બળાત્કાર, અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ઉપરોક્ત બંને ઈસમો સામે ગુનો નોંધી બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કેસની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે. આ બનાવ  ભોજપરા વાદી વસાહતનો મનાય છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!