વાંકાનેર : શહેરની ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા એક સત્તર વર્ષના સગીરે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો બનાવ બનેલ છે….




જાણવા મળ્યા મુજબ ભાટિયા સોસાયટીમાં આવેલ જલારામ નગર -1માં રહેતા દિલશાન ઉમરદીનભાઈ મીરાશી (ઉ.17) નામના સગીરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે….
