મોમીન સમાજે પાંચ રૂપિયામાં જમીન ખરીદેલી
વાંકાનેર: હઝરત પીર સૈયદ મિરૂમિયાબાવા વલ્દ પીર સૈયદ અબ્દુલ્લાહબાવા અલ હુસૈની ચિશ્તી મશાયખી રહમતુલ્લાહિ અલયહ બાવાનો વિસાલ 16 રમઝાનશરીફ હિજરી 1344 તારીખ 31/3/1926 બુધવારના દિવસે 62 સાલની ઉમ્ર શરીફમાં થયો હતો.
આપની જુમેરાતના દિવસે વાંકાનેરમાં દફનવિધિ કરવામાં આવી હતી. આપના કમરી સાલના હિસાબથી 16 રમઝાન હિજરી 1445 મંગળવારે દુનિયાથી પરદો ફરમાવ્યો, જેને 101 વર્ષ થયા.
દફન માટે કડી મુસ્લિમોનો કડીમાં દફન કરવાનો અને વાંકાનેરના મુસ્લિમોનો વાંકાનેરમાં જ દફન કરવાનો આગ્રહ હતો, બંને વિસ્તારના આગેવાનોએ અંતે મિટિંગમાં વાંકાનેરમાં દફન કરવાને સંમત્ત થયા હતા
અને ત્યારના રાજ અમરસિંહજીએ આ માટે અત્યારે મિરૂમિયાબાવા જ્યાં આરામ ફરમાવી રહ્યા છે, તે જમીન મફતમાં મોમીન સમાજને
આપેલ, પરંતુ મોમીન સમાજે જમીન મફતમાં લેવાનો ઇન્કાર કરેલો અને પાંચ રૂપિયામાં જમીન ખરીદેલી, એવું જાણવા મળેલ છે.
આપનો ઉર્ષ મુબારક 16 સવ્વાલ ના દિવસે મનાવવામાં આવે છે.